43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS મંદિર ખાતે મહિલા દિવસની ભવ્ય ઉજવણી

વડોદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા મહિલા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્થાની મહિલા પ્રવૃત્તિ અંતર્ગત 21 માર્ચના વસંત સંપાતના પાવન દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ત્રી-પુરુષ સમાનતા અને આધ્યાત્મિક સમાન અધિકારનો સંદેશ આપવામાં આવ્યો હતો. મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના આધારે સ્ત્રીઓ અને પુરુષો બંને ભક્તિ અને મોક્ષના અધિકારી હોવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાલિકાઓથી લઈ વૃદ્ધાઓ સુધીની મહિલાઓએ કીર્તન ભક્તિ, વાદ્ય વાદન, સંસ્કૃત ગ્રંથોના મુખપાઠ, સંવાદ અને વક્તવ્ય જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત બે હજારથી વધુ મહિલાઓને સેવા, સમજણ અને સમર્પણના સંદેશથી પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે શહેરની ઉચ્ચ મહિલા સનદી અધિકારીઓએ પણ હાજરી આપી પોતાના અનુભવો વહેંચ્યા અને મહિલાઓને પ્રેરણા પૂરું પાડી હતી.

આ રીતે કાર્યક્રમ દ્વારા મહિલા સશક્તિકરણ અને આધ્યાત્મિક વિકાસનો સુંદર સંદેશ પ્રસરાવ્યો હતો.

Related posts

ડેસર તાલુકાના વાંકાનેડા રોડ પર બેગ લીફ્ટિંગની ઘટના, પોલીસ તપાસ શરૂ

admin

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા ૧૧મીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

admin

બતકનો શિકાર કરનારા મહાકાય અજગરનું મહામહેનતે રેસ્ક્યુ !

admin

Leave a Comment