આગ લાગતા જ આસપાસના ધમધમતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આસપાસની દુકાનો તાત્કાલિક બંધ કરવામાં આવી હતી.

