વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે ફ્રૂટ લારીધારક ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના નવા એડ વિસ્તારમાં ફ્રુટ ની લારી ચલાવતા વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રુટ લેવા નીકળ્યો હતો તે દરમિયાન ત્રણ બાઈક સવાર શખ્સો તેરા નજીક ઉભા રહ્યા હતા તેમાંથી એક કુદરતી હજરત કરવા ગયો હતો તે આવ્યા બાદ તેમાંથી એકે ફ્રુટ લારી-દરકના માથા ઉપર ડંડા વડે હુમલો કરવાનું શરૂ કરતાં બીજા શકશે તેના પાસે રોકડ રકમ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બન્યો ત્યારે ઇજાગ્રસ્ત ફ્રુટ લારી ધારક જમીન ઉપર ગબડી પડ્યો હતો તેને સાનીકોએ 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતા ની સાથે જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ એસએજી હોસ્પિટલ ખાતે આવી ફ્રુટ લારીધારક દ્વારા નું નિવેદન લઈ ગુનાની વધુ તજવીજ હાથધરી છે. બનાવ જે જગ્યાએ બન્યો તેના આજુબાજુ સીસીટીવી હોવાથી બનાવેલી તકે પોલીસ ડિટેક્ટ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

