33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં 64 હજાર હેકટર માંથી 52 હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરાયું છે.


ચોમાસાનો વિધિવત આરંભ થઈ ગયો છે. ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે. જિલ્લામાં ખેડૂતો વાવણી પણ પૂરજોશમાં કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં મહત્વનો પાક કપાસનો ગણાય છે. જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. હાલમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં જે વાવેતર થયું છે એમાં કપાસનું વાવેતર સૌથી વધારે થયું છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ વાવેતર જે અત્યાર સુધી થયું છે એ 64108 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર કવાંટ તાલુકામાં 12434હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સંખેડા તાલુકામાં જે પણ વાવેતર થયું છે. એમાં સૌથી વધુ વાવેતર કપાસનું થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા અને બોડેલી એ કપાસની આવકનું સૌથી મોટું સેન્ટર ગણાય છે. જૈને કારણે આ વિસ્તારમાં કપાસનું વાવેતર સૌથી વધારે થતું હોય છે. ખેડૂતો માટે કપાસ એ રોકડીયો પાક ગણાય છે અને એને કારણે ખેડૂતો કપાસનું વાવેતર કરવા માટે આકર્ષાતા હોય છે. કપાસ ઉપરાંત આ વિસ્તારમાં ડાંગર, મકાઈ, તુવેર ઉપરાંત સોયાબીન જેવા પાકોનું વાવેતર પણ થયેલું છે. ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં કરાતું હોય છે. કેટલાક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે. તેઓ ઘાસચારાનું પણ વાવેતર કરતા હોય છે. બાગાયત પાક ગણાતા કેળાનું વાવેતર પણ હાલમાં શરૂ થઈ ગયું છે. જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર 183724 હૈકટર છે. જેમાંથી 64108 હેકટર એટલે કે 30.89 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં ૧૫મી ઓગસ્ટની તડામાર તૈયારીઓ જિલ્લા કક્ષાના ૭૯માં સ્વતંત્ર્ય દિનની ઉજવણી અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

admin

છોટાઉદેપુર એપીએમસી ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી રોજગાર લક્ષી સાધનોનો વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

admin

છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્નેચિંગ કરતી મહિલા ઝડપાઈ,

admin

Leave a Comment