Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી એક લાચાર મહિલા પાસેથી પોલીસે દોઢ લાખ રૂપિયા નો તોડ કરી લેતા ખાખી પર કલંક લાગ્યું

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પોતાની બે નાની દીકરીઓ સાથે રહેતી એક મહિલા છૂટ્ટક કામ કરી પોતાનું અને પોતાની બે દીકરીઓનું ગુજરાન ચલાવે છે. આ મહિલા થોડા દિવસ અગાઉ ઓનલાઇન જ્યોતિષ શાસ્ત્રના ક્લાસ માં જોડાઈ હતી.જ્યાંથી તે પોતાને જ્યોતિષાચાર્ય ગણાવતા અને પશ્ચિમ બંગાળ ખાતે રહેતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ નામના એક શખ્સના સંપર્કમાં આવી હતી.જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.જેથી રાહુલ મંડલ અવારનવાર વડોદરા આવતો અને મહિલા સાથે મંદિરમાં લગ્નનું તરકટ રચી ઘર તેમજ હોટેલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધ્યા હતા
થોડા સમય બાદ તેને ભોગ બનાર મહિલાની બે નાની દીકરીઓ પર દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા. જેથી મહિલા એ પ્રતિકાર કરતા આરોપી રાહુલ મંડલ રોષે ભરાયો હતો અને તેને મહિલા સાથેના તમામ સંપર્ક તોડી અંગત પળોના વિડિયો શોસિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા.અને બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.જેથી ભોગ બનનાર મહિલાએ ન્યાયની ગુહાર સાથે માંજલપુર પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા હતા.
વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા ફરિયાદીના પૈસે ફ્લાઈટમાં બેસી પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને ત્યાંથી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલની ધરપકડ કરી વડોદરા લાવ્યા હતા. જ્યાં મહિલા PSI એ આરોપી વિરૂદ્ધ પોકસો સહિતની કલમો ન ઉમેરી કેસ હળવો કરી નાખતા 9 દિવસમાં જ આરોપીનો જામીન પર છુટકારો થયો હતો.
પીડિતાને તપાસ અધિકારીએ છેતરપિંડી કર્યાનો અહેસાસ થતા તેમની સાથે કરેલા તમામ આર્થિક વ્યવહારો તેમજ કોલ રેકોર્ડિંગ પુરાવા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો તેમજ પોલિસ કમિશનર સામે રજૂ કરી કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નર્સિમ્હા કોમાર એ જણાવ્યું હતું કે, જે મહિલા PSI પર આરોપ લાગ્યા છે તેમની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે.દુષ્કર્મ અને લાંચ કેસ ની તપાસ બે જુદાજુદા અધિકારીઓ ને સોંપવામાં આવી છે.મહિલા ને ન્યાય મળે તેના માટે સમગ્ર મામલે નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના વરદ હસ્તે વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત

admin

દારૂબંધી છે કે મજાક? 25 લાખનો દારૂ અને બિયર પકડાયો!

admin

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નડા ગામનો યુવાન જેને અલગ અલગ બેંકોની લોન લીધી હતી જેના ભારણના કારણે જિંદગી ટૂંકાવી

admin

Leave a Comment