વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની જગ્યા પર દબાણ કરતા મામલો પોલીસ મથકે પોહચ્યો.
વડોદરા શહેરના નાગરવાડામાં આવેલ પટેલ વાડી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા વર્ષોથી રહેતા યુસુફ ભીખુભાઈ સાહિલ્યા આજ રોજ તેઓના મકાનના સમારકામ માટે મકાનની બાજુમાં આવેલ વરસાદી પાણીના નિકાલની જગ્યામાં બાજુમાં રહેતા મુસ્તાક સૈયદ દ્વારા ગેરકાયદેસર અડિંગો જમાવેલ હતો . છેલ્લા ૩ મહિનાથી ગેરકાયદેસર દબાણની રજૂઆત પાલિકાની વડી કચેરીએ કરી હતી છતા પણ કોઈ નિરાકરણ ના આવતા આજ રોજ તેઓ પોતાના મકાનનું પ્લાસ્ટર સમારકામ કરતાં કામદારોને મુસ્તાક સૈયદ દ્વારા અટકાવામાં આવ્યા અને ઉગ્ર બોલાચાલી અને જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી જેને લઈને કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી . ઉલ્લેખનીય છે કે આ જગ્યા સહિયારી હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની માલિકી ના કરી સકે. ત્યારે મુસ્તાક સૈયદ દ્વારા ત્યાં ગેરકાયદેસર કાટમાળ નાખી જગ્યા બંધ કરવામાં આવી હતી ત્યારે જોવાનું રહ્યું કે પાલિકા તથા પોલીસ વિભાગ આના પર શું કાર્યવાહી કરશે

