41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હોળી-ધૂળેટી તહેવારના પૂર્વે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્રારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા શહેરમાં હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક્શન મોડ અપનાવ્યો છે. તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પાલિકાની આરોગ્ય વિભાગની ત્રણ ટીમો દ્વારા ધાણી, ચણા, પતાશા અને ખજૂર વેચતા વેપારીઓની દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તહેવારને લઈને બજારમાં વધતી ખરીદી વચ્ચે ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

ચેકિંગ દરમિયાન ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચતા અને બિનઆરોગ્યપ્રદ રીતે સ્ટોરેજ કરતા વેપારીઓને પાલિકા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા અને નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી.

પાલિકાની આ અચાનક તપાસના પગલે બિનઆરોગ્યપ્રદ ફૂડ વેચતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે તહેવારો દરમિયાન આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે માસૂમને લવાઈ હતી

admin

ડભોઇના સહયોગ શાક માર્કેટની કથળેલી હાલત : સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા

admin

ડભોઇમાં રસ્તાને લઈને ઉગ્ર આંદોલન : ૧૦ ગામના લોકો રોડ પર ઉતર્યા

admin

Leave a Comment