31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરાવડોદરા જિલ્લો

ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે માસૂમને લવાઈ હતી

શહેરના ગોત્રી GMERS હોસ્પિટલમાં ગત તા.17 સપ્ટેમ્બર ની વહેલી સવારે એક મહિલા ત્રણ દિવસની બાળકીને લઈને સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી જેમાં આ બાળકી સાથે આવેલ મહિલાની ન જણાતાં મહિલા પાસે તેણીનું આધારકાર્ડ માંગવામાં આવ્યું હતું. બાળકીની ગોધરાની ટોળકી દ્વારા કથિત તસ્કરી કરાઇ હોવાની આશંકા સાથે સાવલી પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા.17 , સપ્ટેમ્બર, 2025 ના રોજ વહેલી સવારે આશરે 5 વાગ્યે સાવલીથી એક મહિલા જેનું નામ કોકીલાબેન રાજેશભાઈ પરમાર એક નવજાત એટલે કે ત્રણ દિવસની બાળકીને લઈને સારવાર માટે આવી હતી. જ્યાં બાળકીને ન્યુમોનિયા થયો હોવાથી બાળકીને દાખલ કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલના તબીબોને શંકા ગઈ હતી કે આ બાળકી સાથે આવેલી મહિલાની નથી જેથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા મહિલાનું આધારકાર્ડ માંગવામાં આવ્યું હતું. બાળકીનો જન્મ ત્રણ દિવસ અગાઉ ગોધરાની હોસ્પિટલમાં થયો હોય તેને રિફર કરીને અહીં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી દરમિયાન સાવલી પોલીસને જાણ કરતાં સાવલી પોલીસે હોસ્પિટલ ના આર.એમ.ઓ.નો સંપર્ક કર્યો હતો અને બાળકીની સારવાર પૂરી થાય ત્યારે પોલીસને જાણ કરી બાળકીને સોંપવા જણાવ્યું છે. જ્યારે બાળકી સાથે આવેલી મહિલા ની અટકાયત કરી પોલીસે પૂછપરછ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધર્યા પછી સમગ્ર મામલે હકીકત બહાર આવવા સંભવ છે આ સમગ્ર મામલે ગોત્રી મેડિકલ ના આર એમ ઓ અને જિલ્લા એસ પી એ મીડિયા સમક્ષ માહિતી આપી હતી

Related posts

વડોદરાના નંદેશરી ગામ મેન બજાર શાકમાર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતીય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

admin

વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ જિલ્લો વડોદરા દ્વારા વડોદરા તાલુકમાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાન ની યોગ્ય વળતર આપવા જિલ્લા મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી…..

admin

વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની આજે વડોદરામાં નર્મદા ગેસ્ટ હાઉસ બેઠક મળી

admin

Leave a Comment