33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના લકડીપુલ નજીક સ્પીડમાં આવી રહેલા બાઈક ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી

વડોદરા શહેરના લકડીપુલ નજીક ભયંકર અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્પીડમાં આવી રહેલા બાઈકચાલકે રોડ ક્રોસ કરી રહેલી બે યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી.અકસ્મતમાં એક યુવતીને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજી યુવતીને સામાન્ય ઇજા થઈ હોવાનું પ્રાથમિક માહિતી મુજબ સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત યુવતીને તરત જ સારવાર માટે સર સયાજીરાવ જેનેરલ હોસ્પિટલ (એસ.એસ.જી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.અકસ્માતની ઘટના બનતા જ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને બાઈકચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

Related posts

હિન્દી વિકાસ મંચ દ્વારા મહિસાગર નદીના કિનારે છઠ પૂજાની ઉજવણી

admin

વારસીયા સરસીયા તળાવ પાસે મોડી રાત્રે લોકટોળાએ ચોર સમજીને મારતા એકનું મોત

admin

બાથરૂમના દરવાજાની પાછળ દીવાલમાંથી દારૂ પકડાયો

admin

Leave a Comment