એમ.એસ.યુનિ.માં છેલ્લા ઘણા સમયથી આંદોલનો અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે,હાલ યુનિ.માં સત્તાધીશોએ એકસાથે 200 વિદ્યાર્થીઓ સામે કરેલી ફરિયાદનો વિવાદ વકરી રહ્યો છે.આ મામલે વિવિધ સંગઠનો સાથે આજરોજ NSUI દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIએ વિદ્યાર્થીઓ વિરુદ્ધ આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે વાઈસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સેક્યુરીટીનું રાજીનામુ માગ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો

