30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

46માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વાઘોડિયા વિધાનસભા કાર્યકર્તાઓ માટે સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાના વાઘોડિયા વિધાનસભા કોણ કાર્યકર્તાઓ માટે 46 માં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વાઘોડિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશના સયાજીગંજ વિધાનસભાના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પંચાલ, વડોદરા જિલ્લા બીજેપી મહામંત્રી રાજુભાઈ અલ્વા તથા પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વાઘોડિયા વિધાનસભા માટે યોજાયેલ સક્રિય સદસ્યતા સંમેલનના મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશના સયાજીગંજ વિધાનસભાના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પંચાલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થી લઈને અત્યાર સુધી કરેલા કાર્યો ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા વાગોળ્યા હતા જ્યારે આવનારા સમયમાં કયા પ્રકારનું કામ કરવાનું રહેશે તેનું પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને કેવી રીતે આગળ લઈ જવામાં આવશે તે માટે વાઘોડિયા વિધાનસભામાં આવેલ તમામ તળાવો, શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરે જેવી જગ્યાઓને સ્વચ્છ રાખવા માટે તમામ કાર્યકર્તાઓ અને કટિબદ્ધતા દર્શાવવા જણાવવામાં આવી હતી.

Related posts

૧૨ જેટલા ગામોમાં ૧૮ કરોડના ખર્ચે નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

એસએસજીના ટ્રોમા સેન્ટરમાં એસી થયું બંધ…દર્દીઓ બેહાલ

admin

ડભોઈના દર્ભાવતી ધામે વિરાટ હિન્દુ સંમેલન : “હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે”નો ગર્જનારો સંદેશ

admin

Leave a Comment