33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોલેરા ની બીમારી વડોદરા માં મજા મૂકી છે – વિપક્ષી નેતા અમી રાવત..

કુલ 11 કોલેરા કેસસ હોવાનું અમી રાવત દ્વારા જણાવવામાં આવ્યું છે…

SSG હોસ્પિટલ માં કુલ આજના 9 કેસ…

જમણાબાઈ હોસ્પિટલ માં 2 શંકાસ્પદ કેસ હોવાના અહેવાલ છે… વડોદરાને કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરવા અને પાણી પુરવઠામાં પ્રદુષણ નિયંત્રણ માટે યોગ્ય પગલા લેવા માંગ તથા વડોદરા મહાનગરપાલિકાના હેલ્થ બુલેટીનના રીપોર્ટમાં સરકારી દવાખાનામાં નોંધાયેલા કેસની સંખ્યા દર્શાવવા બાબત.

ઉપરોકત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે, વડોદરા શહેરમાં હાલમાં વરસાદની ઋતુ શરૂ થઇ છે જેના કારણે પાણીજન્ય રોગોનો વાવર શરૂ થઇ ગયો છે. અમોને મળેલી પ્રાથમિક માહિતી મુજબ એસ.એસ.જી. હોસ્પિટલ, જમનાબાઇ હોસ્પિટલમાં ૬ દર્દીઓની છેલ્લા ૩ દિવસથી કોલેરાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. ધણા દર્દીઓ સ્ટલીંગ હોસ્પિટલ ખાતે દાખલ છે અને વાઇપ્રો કોલેરા ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. કાયદા મુજબ એસ.એસ.જી અને જમનાબાઈ હોસ્પિટલમાં જો આવા કેસ આવે તો તેને વડોદરા મહાનગરપાલિકામાં રીર્પોટ કરવો પડે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રસારિત હેલ્થ બુલેટીનમાં કોલેરાનો કોઇ પણ કેસ નોંધાયેલ નથી તેમ જણાવેલ છે. શા માટે ? અન્ય હોસ્પિટલો દ્વારા આઇએચઆઇપી પર રીર્પોટીંગ કરવા છતા વડોદરા મહાનગરપાલિકાએ આ વાતને જાહેર કરી નથી. જો કોર્પોરેશન જ શહેરમાં કોલેરાનો વાવર છે તે સ્વીકારવા તૈયાર ન હોય તો કેવી રીતે તેને અટકાવશે ? ગઇ કાલે અમોએ જાતે જમનાબાઇ હોસ્પિટલના પાંચ કેસોની વિગત શેર કરી હતી જે જુના વડોદરા સીટી વિસ્તારના છે

Related posts

પાદરાના રણુ મુકામ સ્થિત તુળજાભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

admin

વડોદરામાં વરસાદની સતત બેટીંગના પગલે અલકાપુરી ગરનાળુ બપોર થતા પહેલા જ બંધ

admin

પોર નજીક વડસાલા ગામ પાસે CPP કંપની માં એક 3 ફૂટ મગરને 1 કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરાયો

admin

Leave a Comment