ગઈકાલે છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની અચાનક તબિયત લથડી હતી. જેમાં 80 થી વધુ બાળકોને વોમેટીંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા બાળકોને છોટાઉદેપુર ની જનરલ હોસ્પિટલ અને તેજગઢ ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર પણ દોડતું થયું હતું. પરંતુ આજે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ છોટાઉદેપુર ની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે બાળકોના જણાવ્યા પ્રમાણે બાળકોએ ભોજન લીધું ત્યારબાદ તેઓને અચાનક તબિયત બગડી હતી. જેને લઈને ધારાસભ્ય બાળકો સાથે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પણ પૂછ્યા હતા.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

