છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જંગલ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે આદિજાતિ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં રેસીડેન્સી શાળાઓ બનાવવામાં આવી છે. અહી બાળકોને રહેવા અને જમવા માટેનો ખર્ચ આદિજાતિ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવે છે. પરંતુ શું શાળામાં અહી રહેતા બાળકોને પોષણ સમ આહાર મળે છે ખરું.? એ એક છોટાઉદેપુર નજીક આવેલ પુનીયાવાંટ ગામે આવેલ શાળામાં બાળકોને ફૂડ પોઇજનિંગની ઘટનાથી સવાલો ઊભા થઈ રહ્યા છે.
સાંજના સમયે બાળકો ભોજન લીધું હતું. અને સવારથી બાળકને વોમિટીંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ સ્કૂલના મેનેજમેન્ટને કરી હતી. જોકે નવાઈની વાત એ છે કે બાળકોની તબિયત લથડતા તેમને સાંજના સમયે પુનયાવાંટ ગામથી નજીક આવેલ C.S.C ખાતે લઇ જવાયા તો કેટલાક બાળકોને છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. લગભગ 60 થી વઘુ બાળકોને અસર થઈ હોઈ તંત્ર દોડતું થયું હતું. જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને શા કારણે આ બનાવ બન્યો છે. તે બાબતે તપાસના આદેશ જારી કર્યા છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોએ જણાવ્યું કે તેમને રાત્રિના સમયે ભોજન આપવામાં આવ્યું હતું. તેમાં રોટલી કાચી હતી. એટલે કે જે જમવાનું પોષણ આપવાનું હોઈ તે આપવામાં આવતું ન હોઈ બાળકોને હોસ્પિટલના દાખલ થવાનો વારો આવ્યો છે. હવે જ્યારે કલેકટર દ્વારા તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે. ત્યારે શું ખામી સામે આવે છે. તે જોવું રહ્યું.

