43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અષાઢી એકાદશી નિમિત્તે દેવભૂમિ દ્વારકા સહિત ધાર્મિક સ્થળોએ જવા માટે આઠમી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ર વર્ષની જેમ સતત આઠમા વર્ષે વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ દીપક શ્રીપત જાધવની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા બસ તા.16-07-2024 ને મંગળવારે રાત્રે 9:00કલાકે શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ નજીક રામપુરા સાંઇબાબા મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યુ હતું. યાત્રીઓ સાથેની બસના પ્રસ્થાન અગાઉ સાંઇબાબા મંદિર ખાતે પૂજા,આરતી કરવામાં આવી હતી. આ યાત્રીઓ સાથેની બસને શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ તથા મ્યુનિ. કાઉન્સિલર શ્વેતાબેન ઉતેકર સહિત ટ્રસ્ટના અધ્યક્ષ દીપક જાધવ, સેક્રેટરી રવિન્દ્ર સાળુંકે દ્વારા ત્રણ બસોમાં અંદાજે 200 જેટલા યાત્રાળુઓ સાથેની બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.. આ યાત્રા દેવભૂમિ દ્વારકા, નાગેશ્વર રુકમણી, બેટ દ્વારકા, હર્ષદ ભવાની,સોમનાથ, જૂનાગઢ,ખોડલધામ, વીરપુર, સાળંગપુર તથા કોટગણેશ દર્શનાર્થે જશે અને20/07/2024 ના રોજ પરત ફરશે. આ યાત્રામાં ખાસ કરીને જ્ઞાનેશ્વરી વાંચન,પ્રવચન તથા કિર્તનનુ આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે સૌ યાત્રાળુઓને યાત્રા સફળ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ ટ્રસ્ટ દ્વારા કરાતી ધાર્મિક અને સામાજિક સેવાઓ બદલ અધ્યક્ષ દીપક જાધવને તથા તેમની ટીમને બિરદાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિઠ્ઠલ રખુમાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી વિવિધ સમાજ સેવા, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શહેરમાં કોઇપણ પ્રકારની કુદરતી આફતો સમયે પણ વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે….

Related posts

વડોદરામાં વિનાશને છુપાવવા વિકાસ સપ્તાહની ઉજવણી સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

admin

સમા પોલીસ દ્વારા 230 કિલો અફીણ ના ડોઢા ઝડપી પાડયા

admin

સાવલીના લામડાંપુરા પ્રાથમિક શાળામાં ગ્રામજનોનો હોબાળો, મુખ્યદ્વારે તાળાબંધી કરી 112 પર કરી જાણ

admin

Leave a Comment