હિન્દુ ધર્મમાં દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની તેરસની તિથિથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ ગૌરીની વ્રત આજ થી શરૂ થતાં કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોળાનાથ ની પૂજા અર્ચના કરવામાં આવી…..
હિંદુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્વ જણાવવામાં આવ્યું છે. મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે. ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થયો છે. પરીણિતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે. કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દામ્પત્ય જીવનના શુભાષિશ મળે. હાલ અષાઢ માસ ચાલું છે, ત્યારે અષાઢ મહીનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે. ત્યારે કુંવારિકાઓ ભોળાનાથ ની પૂજા અર્ચના કરવામાં માટે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓ ભોળાનાથની પૂજા કરતા નજરે પડી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવ-ગૌરીની પૂજા-ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે. પંચાગ અનુસાર, ૧૯ જુલાઇથી જયા પાર્વતી વ્રત ની શરૂઆત થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે

