વડોદરા ના રાજમહેલ રોડ સ્થિત દયાળભાઉના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષોથી આયોજિત પારંપરિક ગરબા મહોત્સવમાં આ વર્ષે “મારી દીકરી,મારા આંગણે” “બેટી બચાવો, બેટી પઢાઓ” ની થીમ આધારિત નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. છઠ્ઠા નોરતે રાત્રે વિવિધ વેશભૂષા સાથેના ગરબા યોજાયા હતા.યુવાનો યુવતીઓ અને ભૂલકાઓ એ દેવી દેવતાઓ અને વિવિધ સંપ્રદાયોને દર્શાવતી વેશભૂષા પહેરીને ગરબે ઘૂમ્યા.અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ , સહિત સ્થાનિક કાઉન્સિલરોએ શેરી ગરમાબા રમતા બાળકો,યુવાનો, યુવતીઓ અને રહેવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આયોજકોને આવા પારંપરિક સુંદર ગરબાનું આયોજન કરવામાટે શુભેચ્છા પાઠવી હતી.

