ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. શહેરના સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય પર નવા નિમણૂક પામેલા હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ શુભ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,
નવા પ્રમુખોએ લીધો પદભાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ શહેર અને તાલુકા સંગઠનમાં કરાયેલી નવી નિમણૂકો બાદ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સુધીરભાઈ બારોટ અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતિષભાઈ રાવલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. ધાર્મિક માહોલમાં શરૂ થયેલા આ કાર્યક્રમમાં બંને નવા પ્રમુખોએ સંગઠનને મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રમુખ સુધીરભાઈ બારોટે જણાવ્યું હતું કે, “પ્રદેશ પ્રમુખશ્રી અને સિદ્ધાર્થભાઈ પટેલનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમણે અમને ભાજપની જનવિરોધી નીતિઓ સામે લડવા માટે ફરી એકવાર તક આપી છે. આ સરકારી જુલમ અને મોંઘવારીથી જનતા થાકી ગઈ છે અને હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. અમે જનતાના વિશ્વાસને તૂટવા નહીં દઈએ.કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ
કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના તમામ કાર્યકરોમાં એક નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. નવા પ્રમુખોની આગેવાનીમાં સંગઠન વધુ મજબૂત બનીને લોકોની વચ્ચે જશે, તેવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો.આ પદગ્રહણ સમારોહ અને કથાના પાવન અવસરે મુખ્યત્વે સુધીરભાઈ બારોટ, સતિષભાઈ રાવલ, દિલીપભાઈ પટેલ, ગોપાલભાઈ જીનવાલા સહિત શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ હાજરી આપીને નવા નેતૃત્વને શુભેચ્છા પાઠવી હતી.નવા પ્રમુખોની આ નિમણૂકથી ડભોઈમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને આગામી સમયમાં કોંગ્રેસ ભાજપને મજબૂત ટક્કર આપવા તૈયાર થઈ છે.

