શાળાના વિદ્યાર્થીઓમાં જગતજનની માં અંબામાં શ્રદ્ધા આવે અને માતાજી પ્રત્યે તેમનામાં એક શ્રદ્ધા ઉત્પન્ન થાય તે માટે દયારામ શાળાના પટાંગણમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન
દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી દિપકભાઈ.જી.ભોઇવાલા તથા શ્રીમતી હિરલબેન.ડી. ભોઇવાલા,આચાર્યશ્રી સુનિલભાઈ સાહેબશ્રી ,એડમિનિસ્ટ્રેટર શ્રી યોગેશભાઈ, સુપરવાઇઝરશ્રી અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરી સર્વેના નેતૃત્વમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં માતાજીની આરતી, રાસ- ગરબા,દોડિયું ,એક તાળી, ટીમલી અને આદિવાસી નૃત્ય જેવા રાસ ગરબા રાખવામાં આવ્યા હતા. શાળાના પટાંગણમાં નવરાત્રિનો સુંદર સરસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો .દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબશ્રી એ સર્વે આયોજકશ્રીઓનો તથા વ્હાલા વિદ્યાર્થીઓનો ખુબ ખુબ આભાર માની ને સર્વે ને અભિનંદન આપ્યા હતા.

