Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કર્યા બાદ છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી.

આ તકે તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી યોજનાની વિગતો મેળવીને જિલ્લાના તમામ લોકો પુરતું પાણી મળી રહે તેવું આયોજનબદ્ધ કાર્ય કરવા સૂચવ્યું હતું. મંત્રીએ ગામના સરપંચની પાણીની રજુઆત અંગે ઝડપભેર કાર્ય કરવા જણાવ્યું હતું.

મંત્રીની આ મુલાકાત વેળાએ તેમની સાથે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પાણી પુરવઠા, વાસ્મો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી

admin

એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીને આયર્નની ગોળી આપવામાં આવી.

admin

છોટાઉદેપુરમાં SOGની મોટી કાર્યવાહી: ખેતરમાંથી રૂ.62 લાખથી વધુ કિંમતનો લીલો ગાંજો ઝડપાયો

admin

Leave a Comment