40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ચુડેલ પીએચસી માં ટીબીની સારવાર પર ચાલતા દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મીટીંગનો કાર્યક્રમ યોજાયો.

જેતપુર પાવી તાલુકાના ચુડેલ પીએચસી ખાતે ટીબીની સારવાર પર ચાલતા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેસન પ્રોવાઇડર મીટીંગ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર , નેહલભાઈ દલાલ પી એચ સી એસઆઈ રમણભાઈ રાઠવા, લેબોરેટરી ટેકનીશીયન વિનય ભાઈ અને Phc નો સ્ટાફ ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા ટીબીના દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દર્દીઓ ને ટીબીના લક્ષણો જેવા કે ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થયો સાંજના સમયે જીણો તાવ આવો ગળફામાં લોહી પડવું નિદાન દરેક પીએસસીમાં ગળફાની તપાસ મફત કરવામાં આવે છે અને પાવીજેતપુર સીએચસી ખાતે એક્સરે ની તપાસ પણ મફત કરવામાં આવે છે સારવાર DSTB,DRTB ની દવા વિશે માહિતી આપવામાં આવી
નિશ્ચય પોષણ યોજના હેઠળ દર્દીના ડાયરેક્ટ બેનિફિટ ખાતામાં થતા દર સારવાર ચાલે ત્યાં સુધી મહિને 500 રૂપિયા જમા થાય છે વિશેની પણ માહિતી આપવામાં આવી તમામ સરકાર શ્રી તરફથી થતા લાભો વિશેની વિસ્તૃત માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી ટીવી ચેમ્પિયન નો રોલ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને દર્દીઓનું ફોલોઅપ ચેકઅપ ને નોર્મલ તપાસ પણ કરવામાં આવી હતી આ રીતે સફળ પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Related posts

છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં કરોડોના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ ધારાસભ્ય અને મધ્યપ્રદેશ સરકારના મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

admin

નસવાડીના આંતરિયાળ જંગલ વિસ્તારમા 150 કિલો બીજનુ ડ્રોનથી વાવેતર કરાયું

admin

જેતપુર પાવીની જનતાને ઉલ માંથી ચૂલ માં પડવા જેવો ઘાટ

admin

Leave a Comment