30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં કરોડોના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ ધારાસભ્ય અને મધ્યપ્રદેશ સરકારના મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભામાં કરોડોના રોડ રસ્તાના કામો મંજૂર કર્યા છે. જેના પગલે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં 10 જેટલા ગામોમાં રોડ રસ્તા ના કામોનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, મધ્યપ્રદેશ સરકારના મંત્રી નાગરસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ખાતમુહૂર્ત કરાયેલ ગામોની વાત કરીએ તો ધડાગામ એપ્રોચ રોડ,ધડાગામ ભુમસેલ ફળીયા રોડ,વાગલવાડા સનાડા જડીયાણા રોડ,કાકડપા એપ્રોચ રોડ મધ્યપ્રદેશના જેતપુર અને સૈડા ગામને જોડતો રોડ,રજુવાંટ બોકડીયા કાકડપા રોડ,મોટારામપુરા એમ.પી. દેગલી રોડ,મોટારામપુરા પુજાર ફળીયા થઈ એમ.પી. પ્રતાપપુરાને જોડતો રોડ, મોટારામપુરા પ્રતાપપુરા રોડ,ઓઢી એપ્રોચ રોડ અને ભોરદા એપ્રોચ રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, મધ્યપ્રદેશ સરકારના મંત્રી નાગરસિંહ ચૌહાણ ની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા સહિત જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો અલગ અલગ ગામોના સરપંચો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા લાભાર્થીઓને દાવા રકમ ચૂકવવામાં આવી

admin

નસવાડી સેવા સદન ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો, 55 પ્રકારની સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ

admin

રોજગાર અધિકારી દ્વારા છોટાઉદેપુર જીલ્લાના ઉમેદવારોની અગ્નીવીર માટેની તાલીમની મુલાકાત લઈને ઉમેદવારોને પ્રોત્સાહીત કર્યા.

admin

Leave a Comment