તરસાલી વિસ્તારના કુબેરેશ્વર નગરમાં એક મકાનમાં ભૂવો પડતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી.
વડોદરા શહેરમાં ગઇ કાલે મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોના ધરોમાં પાણી ધૂસી ગયા.રોડ રસ્તા પર પાણી જ પાણી ના દ્રશ્ય સર્જાયા હતા.તો બીજી તરફ વિશ્વામિત્રી નદી બેકાંઠે વહી રહી છે.ત્યારે તરસાલી વિસ્તારના કુબેરેશ્વર નગરમા એક મકાનમા ભૂવો પડવાની ધટના બની હતી.ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી.તપાસ કરતા ધરમા ભૂવો પડ્યો હતો.તેમા ધર વખરીનો સામાન ભૂવામા ભરખાઇ ગયો હતો.અને કોઈ જાન હાની થઇ નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ધર વખરીનો સામાન રેસ્કયુ કરવાની કામગીરી હાથ ધરી છે.

