43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇના 15 વિસ્તારોમાં ગટરના વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી

ડભોઇ દર્ભાવતી નગર તરફ બનવા જઈ રહ્યું છે પણ ડભોઇમાં ડભોઇના 15 વિસ્તારોમાં ગટરના વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી એક તરફ સરકાર આરોગ્ય માટે મોટી મોટી જાહેરાતો કરે છે પણ ડભોઇ નગરપાલિકામાં વિસ્તારમાં ગટરની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી શું કોઈ મોટો રોગચારો ફેલાશે ત્યારે તંત્ર થશે હાલ તો એવું લાગી રહ્યું છે

ડભોઇ નગર ના વિસ્તારમાં વિભાગ હાઇસ્કુલ પાસે નગરપાલિકા વહીવટી તંત્ર ની બેદરકારીના કારણે કોઈ વરસાદનું પાણી નથી છેલ્લા ઘણા દિવસથી ગટરનું પાણી છે એનાથી આખી ગલીમાં બધા બીમાર પડેલા રોગચારો ફેલાયો છે આ ગલીનો મુખ્ય માર્ગ છે નગરપાલિકામાં વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હોય આખા વિસ્તારમાં આ ગલી છોડીને બધે બ્લોક અને Rcc કામ કરી નાખેલું છે તે વારંવાર કહેવા છતાં આ ગલીનું પાસ નથી થયું આમ કહી પાછા મોકલી દે છે આખા વિસ્તારનું ગટરનું પાણી આ ગલીમાં ભરાય છે કોર્પોરેટર પણ અરજી મૂકીને મૂકીને થાકી ગયા છે પણ કઈ કામ થતું નથી.. શું આ ગલી વાળા વોટ નથી આપતા, વેરો નથી ભરતા…. વિસ્તારના રહીશો વિનંતી કરીએ છીએ અમને ન્યાય અપાવશો… જ્યારે કે નગરના મહુડી ભાગોળ જનતાનગર રાણાની હોટલ આશિયાના બિલ્ડીંગ સ્ટેટ બેન્ક વિભાગ હાઇસ્કુલ પાસે અક્ષરધામ સોસાયટી સુરજ ફરિયા તરફ ગટરોનું પાણી ઉભરાઈ રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચાંદીપુર વાયરસ નો રોગચારો ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…

Related posts

સ્થાયી સમિતિની બેઠકમાં 16 કામોને મંજૂરી

admin

વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ 16 દિવસ બંધ રહેશે

admin

સ્ટેટ મોનીટરીંગ સેલે જિલ્લાના ડેસર નજીકના ડેસર ફાર્મ હાઉસમાં દરોડો પાડી ગેર કાયદે ધમધમતુ કોલ સેન્ટર ઝડપી પાડયું.

admin

Leave a Comment