41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા સાપથી પોલીસમાં ભયનો માહોલ,ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો

વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર બુધવારે મોડી રાત્રે પોણા બાર કલાકની આસપાસ શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે, સાપ જેલની અંદર આવી ગયો છે જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે પોતાના વોલીએન્ટરને સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યા હતા. જ્યાં વોલિએન્ટરે જઈ તપાસ કરતા ઝેરી સાપ કોબ્રા હોવાનું જણાય આવ્યું હતું. જેને ભારે જહેમત બાદ સહી સલામત રીતે 12:05 કલાકેની આસપાસ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ ઘણી વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરીસૃપો આવી જવાની ઘટનાથી જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થતા હોય છે.

Related posts

પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સેવા સદન ખાતે લગાવેલા ફાયર સેફટી બોટલ શોભાના ગાંઠીયા બરાબર

admin

પ્રતિષ્ઠિત કથક નૃત્યકાર અને ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ પંડિત હરીશ ગંગાની દ્વારા વિશિષ્ટ કાર્યશાળાનું આયોજન

admin

Leave a Comment