મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા પ્રતિષ્ઠિત કથક નૃત્યકાર અને ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ પંડિત હરીશ ગંગાની દ્વારા વિશિષ્ટ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળા “સામન્વય : આસ્પેક્ટ્સ ઓફ તાલ ઇન કથક” વિષય પર કેન્દ્રિત હતી, જે 27 અને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ કોન્સર્ટ હોલ ખાતે યોજાઈ હતી.
પંડિત હરીશ ગંગાનીજીએ કથકમાં તાલની વિવિધ સંભાવનાઓ, રચનાત્મકતા અને પ્રસ્તુતિની બારીકીઓ પર પ્રકાશ પાડ્યો. કાર્યશાળામાં વિદ્યાર્થીઓએ તાલના વિવિધ પાસાંઓને ગહનરીતે સમજવાની તક મેળવી.
આ પ્રસંગે નૃત્યવિભાગના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા અન્ય કથક પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

