43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો.

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૩ જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી. જે પૈકી ૧૨ અરજીઓનું જિલ્લા કલેકટર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી, નાયબ કલેકટર પ્રીતેશ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીના ૧૩ કિ.મી. ક્ષતિગ્રસ્ત માર્ગનું યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામા આવી

admin

છોટાઉદેપુર એસ.એફ.હાઇસ્કુલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

admin

બોડેલી APMCમાં કપાસના ઓછા ભાવથી ખેડૂતોમાં ભારે રોષ

admin

Leave a Comment