30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર એસ.એફ.હાઇસ્કુલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચોરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા એસ.એફ.હાઇસ્કુલ છોટાઉદેપુર ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 નું આયોજન સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, એસ.એફ. હાઇસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચોહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપીકાબેન રાણા, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમાર સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ ડુંગરવાટ ખાતે ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

admin

બોડેલીની શાળામાં આરોગ્ય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

admin

આઇસર ટેમ્પોમાંથી ડાલામાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર

admin

Leave a Comment