Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોલકત્તા R.G.મેડિકલ કૉલેજમાં દુષ્કર્મ ઘટના અંગે SSGના તબીબી અધિક્ષક ની કચેરી ખાતે આવેદનપત્ર પત્ર પાઠવી રજુઆત કરી હતી અને હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવા અને આવી ઘટના ન બને તે માટે માંગ કરી

આ ઘટનામાં પીડિતાને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માગ કરાઈ હતી. બરોડા મેડિકલ કૉલેજના જુનિયર ડૉક્ટર ઍસોસિએશનના પ્રેસિડન્ટ ડૉ. ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, કોલકત્તાની આર.જી.મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે હોસ્પિટલના જ એક કર્મી દ્વારા જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે, તેના પગલે બરોડા મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે એસ એસ જી હોસ્પિટલ ના તબીબી અધિક્ષક નીં કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે એસ એસ જી હોસ્પિટલમાં પણ આવી ઘટના ન બને અને સૌથી મોટો પ્રશ્ન છે કે હોસ્પિટલમાં સિક્યુરિટી માં વધારો થાય તેવી માંગ કરી હતી સાથે કોલકત્તા માં બનેલી ઘટના માં
જેમાં પિડીતા અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળે, સહારો મળે તે માટે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ મેડિકલ કૉલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કૉલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.

Related posts

વડોદરાના ગોરવા સુકુંન-2 હાઇટ્સ ફ્લેટનાં મકાનમા લાગી આગ

admin

મારુ વૃંદાવન છે રૂડું નહી જાવું મારે વૈકુંઠ સુખધામ હવેલી ખાતે નવ વિલાસ પર્વની ગરબા રમીને ‌ઉજવણી.

admin

અસહ્ય ગરમીના પરિણામે ઓવરલોડ વીજ પાવરને કારણે જીઇબીના પોલ પર લાગી રહી છે આગ..

admin

Leave a Comment