41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ “સુરીલી આઝાદી”નું આયોજન કરવામાં આવ્યું

જેલોના વડા શ્રી ડો. કે. એલ. એન. રાવ સાહેબ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષકશ્રી ડો.નિધિ ઠાકુર નાઓના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ ઓરીજનલ સંસ્થા અને એમ.એસ.યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવેલ છે, આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે, આલ્બમમા કુલ પાંચ ગીતો જેલના પાકા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવેલ છે, આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનું, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાની માટીની ખુશ્બુ, લાડલી બહેન તેમજ ભગવાન શ્રીરામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવેલ છે, પાંચ પૈકી બે ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઈન્ડિયન આઈડોલ સ્ટાર શિવમસિંહ ના કંઠે ગવાયા છે, બાકીના ત્રણ ગીત વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી જયપાલ રાવળ અને કિરીટભાઈ ખરાદી એ ગાયા છે, મ્યુઝિકલ આલ્બમનું કંપોઝિશન એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા કરવામાં આવેલ છે. અને તેને વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝન (રેડિયો સ્ટેશન) માં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.

આર્ટ ઓરીજનલે કરેલી પહેલનો આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરવામાં ત્રણ માસનો સમય લાગ્યો છે.

Related posts

‘અહીં કેવી રીતે રહેવાય’! ગદાપુરામાં ગટરો ઉભરાતા નરકાગાર !

admin

વડોદરા શહેરનાં સમા-સાવલી રોડ પર આવેલા ‘ફીલિંગ વેલનેસ સ્પા’માં 5000ની લેતીદેતીમાં યુવતીને નગ્ન કરી માર મારવાનો ગંભીર બનાવ

admin

વડોદરા મહાનગર પાલિકા દ્વારા કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

Leave a Comment