Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી : રાત્રે મોઢું અને ગળું દબાવી દીધું, રાત્રે ઉંઘ્યા પછી પતિ સવારે ઉઠ્યો જ નહીં, PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

પોલીસ સાથે હત્યા કેસના આરોપી સાહીલ સાજીદખાન પઠાણ અને બીબી ફાતેમા.


વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દીધી છે.પતિને પત્નીના પ્રેમી સાથેના આડા સંબંધો અંગે જાણ થતાં પરિવારમાં વારંવાર ઝગડા થતાં હતાં. જેથી આખરે મૃતકની પત્ની પતિનો કાંટો કાઢી નાંખવા માટે પ્રેમી સાથે મળીને ષડ્યંત્ર રચ્યું હતું. પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની ગળું અને મો દબાવી હત્યા કરી દેતા વાડી પોલીસે ગુનો નોંધી આરોપી પત્ની અને પ્રેમીને ઝડપી પાડ્યા છે.

આ સમગ્ર મામલે મૃતક મૃતક મોહમ્મદ હમજાના પિતા અબ્દુલકાદીર મોહંમદસાબીર તનસુજવાલાએ વાડી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી બીબીફાતેમા મોહમ્મદ હમજા અબ્દુલકાદીર તનસુજવાલા (રહે.મ.નં. 101, સોહેલ ચેમ્બર, બકરીપોળ, મદીના મસ્જીદ પાસે, મોગલવાડા, વડોદરા શહેર) અને સાહીલ (રહે.વડોદરા)એ ગત્ તારીખ 12 ઓગસ્ટના રોજ રાત્રે પોણા બારથી સવારના પોણા આઠ વાગ્યાના સમગાળામાં મૃતક મોહમ્મદ હમજાને તેની પત્ની બીબી ફાતેમા અને સાહીલ વચ્ચેના આડાસંબંધોના કારણે અવાર-નવાર બોલાચાલી ઝઘડા થતા હોવાથી આરોપીઓ બીબીફાતેમા તથા સાહીલે ફરીયાદીના દીકરા મોહમ્મદ હમજાનાને પતાવી દીધો હતો.

મૃતક મોહમ્મદ હમજા.
આ અંગે એસીપી જીડી પલસાણાએ જણાવ્યું હતું કે, મૃતક યુવકના પિતાએ આરોપી પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં આ ગુનાની તપાસ વાડી પોલીસ મથકના પીઆઇ કરી રહ્યા છે. ફરિયાદીના દીકરાની પત્ની સાથે સાહીલ સાજીદખાન પઠાણ નામના યુવકના આડા સંબંધો હતા. જે અંગેની જાણ પરિવારને થઈ હતી અને તેના કારણે વારંવાર ઝગડો થતો હતો. આ જ કારણોસર આરોપી પત્ની અને પ્રેમીએ મળીને યુવકને ગળું અને મો દબાવી હત્યા કરી હતી. આ હત્યા પત્નીના આડા સંબંધોના કારણે થઈ છે. આરોપી સાહિલ ફટાકડાનું વેચાણ કરે છે. બન્ને વચ્ચે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધોનું તપાસમાં સામે આવ્યું છે.

એસીપીએ વધુમાં જણાવ્યું કે, આ અંગે સયાજી હોસ્પિટલમાંથી ટેલિફોનિક વર્ધી મળી હતી. તેઓના સંબંધીઓએ યુવક સુઈ ગયા પછી ઉઠ્યો જ નથી તેવું નોંધાવ્યું હતું. જે અનુસંધાને અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધાયો હતો. મૃતક યુવક એમઆર અને સેલ્સમેનનું કામ કરતો હતો. આ હત્યા થઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ એફએસએલ રિપોર્ટ અને પંચનામું પણ તેનું સમર્થન કરે છે.

Related posts

હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના નામે પણ ડિજિટલ અરેસ્ટ

admin

સયાજી હોસ્પિટલમાં સલામતી નથી? ખિસ્સા કાતરુઓ ક્યાંક તમારું ખિસ્સું ખાલી ન કરી જાય..!

admin

વડોદરા શહેરમાં રોડ સેફટી ડીલીનેટર બન્યા મુશ્કેલીનું કારણ સોમા તળાવ ચાર રસ્તા પર અવ્યવસ્થા

admin

Leave a Comment