Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ શાળામાં જન્માષ્ટમીની ધામધૂમ પૂર્વક ઉજવણી

પાવી જેતપુર તાલુકાની સનરાઈઝ શાળામાં અનોખી રીતે જન્માષ્ટમીની શાળામાં ઉજવણી કરવામાં આવી. જેમાં કૃષ્ણ ભગવાનનો જન્મ કેવી રીતે થયો ? જન્મ થયા બાદ વાસુદેવ ભગવાને લઈને નદીમાંથી પસાર થાય છે અને ત્યારબાદ કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી કેવી રીતે થાય છે. જેનું સુંદર નાટ્ય કૃતિ દ્વારા રજુ કરવામાં આવ્યું અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલકી ના નાદ સાથે કૃષ્ણ ભગવાન બનીને આવેલા વિદ્યાર્થી દ્વારા મટકી ફોડ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાથે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો આજે પારંપરિક વસ્ત્ર ધારણ કરીને આવ્યા હતા. જેમાં દરેક છોકરાઓ કૃષ્ણ ભગવાન અને દરેક છોકરીઓ રાધા બનીને શાળામાં આવી હતી. આવો અદભુત નજારો પ્રથમ વખત પાવી જેતપુર તાલુકાની આ શાળામાં જોવા મળ્યો હતો. જેમાં સાક્ષાત ભગવાન પૃથ્વી પર પધાર્યા હોય એ અનેરો માહોલ જોવા ગામની તમામ પ્રજાજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શાળાના આચાર્ય કૃણાલ ભાઈ જૈન, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રીમતી દામિની બેન શાહ અને શાળાના ટ્રસ્ટી શ્રી કૌશિક કુમાર શાહ અને પરેશભાઈ શાહ તેમજ શાળાના તમામ સારસ્વત મિત્રો દ્વારા પણ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી.

Related posts

છોટાઉદેપુરના ખજુરીયા ગામે લક્ષ્ય પુસ્તકાલય નામની લાઈબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું.

admin

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન ઠપ થઈ ગયું

admin

Leave a Comment