40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી તાલુકાના ભેંસાવહી ગામે ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી 

જેતપુર પાવી તાલુકામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ થવાના કારણે ભેંસાવહી ગામનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું તેમજ કોસુમ ગામે એક તાડનું વૃક્ષ એક મકાન ઉપર પડતા મોટું નુકસાન થવા પામ્યું હતું. 

પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે  વરસાદ ચાલી રહ્યો હતો ત્યારે ૨૬ ઓગસ્ટના બપોરના એક વાગ્યા ની આસપાસ પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી ગામે વાવ ફળિયામાં રહેતા વેચાતભાઈ સુબાભાઈ રાઠવા નુ મકાન એકાએક વધુ વરસાદ અને પવનના કારણે દિવાલ પડતા આખેઆખું મકાન ધરાશાયી થઈ જવા પામ્યું હતું. 

સદનશીબે ઘરની અંદર કોઈ ન હોવાથી કોઈ જાનહાની કે પશુ હાની થવા પામી ન હતી પરંતુ ઘરની અંદર મુકેલ ઘરવખરી તેમજ અનાજ પાણી મોટા પ્રમાણમાં બગડી જવા પામ્યું હતું. જ્યારે કોસુમ ગામે રાજુભાઈ ગોભરભાઈ રાઠવાના મકાન ઉપર ઘર ની બાજુમાં ઊભેલો તાડ એકાએક ધરાશાયી થતા, રાજુભાઈના મકાનમાં મોટું નુકસાન થયું હતું. મકાન ઉપરના પતરા તેમજ લાકડા તૂટી ગયા હતા. 

Related posts

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે

admin

કવાંટ તાલુકામાં ૧૪.૪૯ કરોડના ખર્ચે નવા બનનારા માર્ગોનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહુર્ત કરાયું

admin

જેતપુર પાવી – છોટાઉદેપુર નેશનલ હાઇવે 56 ઉપર રેલવે ટ્રેકની બાજુમાં પાણી ભરાતા રોડની બાજુ માં તળાવ જેવી સ્થિતિ થતાં થોડાક જ વરસાદમાં પાણી રોડ ઉપર આવી જાય

admin

Leave a Comment