37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
જાંબુઘોડાપંચમહાલ જિલ્લો

જાંબુઘોડા રણછોડરાય મંદિરે રાત્રે ૧૨ વાગે શ્રી કૃષ્ણ જન્મદિવસ ની ઉજવણી કરાઈ

રાત્રે ૧૨ ના ટકોરે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી જાંબુઘોડા ના રણછોડજી મંદિરે ધામધૂમથી કરવામાં આવી….


પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા નગરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી આઠમ ના દિવસે રાત્રે ૧૨ વાગે કરવામાં આવી હતી અતિ ભારે વરસાદ હોવા છતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આસ્થા જોવા મળ્યો હતો જ્યારે જાંબુઘોડા નગર ખાતે શ્રાવણ મહીનામાં ગોકુળ આઠમ ના દિવસે દર વર્ષે મેળો પણ ભરાઈ છે જ્યારે આજે જન્માષ્ટમી ના દિવસે મધ્ય રાત્રી થી સતત વરસી રહેલા વરસાદને પગલે પહેલીવાર ગોકુળ આઠમનો મેળો બંધ જોવા મળ્યો હતો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જન્મદિવસ નિમીતે આજે શ્રી કૃષ્ણ જન્મ દર્શન મહા આરતી મહાપ્રસાદ ના મનોરથી ભાજપા જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ તેમજ કેતુબેન દેસાઈ જ્યારે જીત કુમાર દેસાઈ એ શ્રી કૃષ્ણ જન્મ પંચામૃત અભિષેક નો લાભ લીધો હતો જ્યારે રાત્રિના ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવની જાંબુઘોડા નગરના મધ્ય આવેલા રણછોડજી મંદિરે મયંકકુમાર દેસાઈ તેમના પરિવાર અને નગરજનો સહિત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Related posts

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા ખાતે અન્નપૂર્ણા વ્રતના 21માં દિવસે યજ્ઞનું આયોજન

admin

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : લાખો ભક્તોની ભીડ, કડક સુરક્ષા વ્યવસ્થા

admin

વડોદરા-હાલોલ રોડ મરણચીસોથી ગુંજ્યો:5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઇકો કારનો કચ્ચરઘાણ, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થયો

admin

Leave a Comment