31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

વડોદરા-હાલોલ રોડ મરણચીસોથી ગુંજ્યો:5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઇકો કારનો કચ્ચરઘાણ, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થયો

વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2 માણસો ફસાયા હોવાની માહfતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી.

હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએઃ PI
જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ બેના મોત થયાની પુષ્ટી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા પછી બીજા બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.

ઇકો કારમાં સવાર દંપતીનું મોત
આ અંગે જરોદ સીએચસી દ્વારા મળેલ માહિતી અનુસાર બે વ્યક્તિના મોત થયાં છે, કિયા ગાડીની એરબેગ ખુલી જતાં 6 લોકોનો આબાદ બચાવ થયો છે, ઇકો કારમાં સવાર દંપતીનું મોત છે.

બે ટ્રક પલટી મારી ત્રણ વાહન પર પડી
બે લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ત્રણ વાહનો દબાયા છે. ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે. જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે. તેમજ કારોનો કચ્ચરઘાણ વળી ગયો છે.

જરોદ ગામ તરફ રસ્તો ડાઇવર્ટ કરાયો
હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઇવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઇવે ઉપર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.

Related posts

રાજ્યના પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતાઓ વિરુદ્ધ પત્રકાર એકતા પરિષદ ગુજરાત દ્વારા આવેદન પત્ર

admin

ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલ એક મેટરનેટી હોસ્પિટલમાં માનવ તસ્કરી કાંડનો થયો પર્દાફાશ

admin

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે એક લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શનાર્થે તેમજ તળેટીમાં આવેલા વિવિધ આશ્રમોમાં ગુરુ વંદના કરવા ઉમટી પડયા હતા

admin

Leave a Comment