સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લા માં ભારે વરસાદ ને કારણે દેવ ડેમ તેમજ ઢાઢર નદી માં પુષ્કળ પ્રમાણ માં પાણી ની આવક ને પગલે દેવ ડેમ માંથીછોડાયેલા પાણી ને લઈ ઢાઢર નદી ગાંડી તુર બની હતી.ઢાઢર ના પાણી એ ડભોઈ તાલુકાના ૧૨ જેટલા ગામો માં ભારે તારાજી સર્જી હતી જેમાં લોકો ના ઘર વખરી નો સામાન તથા ખેતરો પાક ને ભારે નુકશાન થયું હતું. વળતર મળે તે અંગે સરકાર માં રજુઆત કરી હતી.જેને પગલે આજરોજ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી ની અધ્યક્ષતા માં ઢાઢર ના પાણી થી નુકશાન પામેલ ૧૨ જેટલા ગામો માં કેસડોલ સહાય નું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર ના આદેશ બાદ નદી પ ના પાણી થી આવેલ પૂર નું સ છેલ્લા બે દિવસ થી અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં ક આવ્યું હતું અને આજ રોજ સર્વે ૧ કરી ૧૨ જેટલા ગામો ને કેસડોલ સહાય ચૂકવવા માં આવી હતી

