43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા તાલુકામાં અતિભારે વરસાદ અને વિનાશક પુરના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે તેનુ યોગ્ય વળતર આપવા બાબત

તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં અતિમાં વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે, તારીખ: ૨૬,૨૭,૨૮ ના રોજ વડોદરા તાલુકામાં થયેલ ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીલ બની છે, ખાસ કરીને આજવા સરોવરનું પાણી આવાથી વિનાશક પુરના કારણે વડોદરા તાલુકાના ભુખી કાશના તથા કિનારા ના વિસ્તારના તમામ ગામોના ખેડૂતો તથા બાકી રહેલ ગામોના તળાવો ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ભરાય જવાથી (સમજો કે આખો તાલુકો પાણીમાં હોવાથી) ની હજારો હેક્ટર જમીનમાં ઊભા પાક જેવા કે (બાગાયતી પાક) કેળ, પૈપયા તથા અન્ય (શાકભાજી) દૂધી, ગલકા, કારેલા, કુલેવાર, રીંગણ, કાકડી તથા અન્ય પાક તુવેર, કપાસ એવા અનેક પાકોમાં ખેતીને ઘણું નુકશાન થવા પામેલ છે, શાકભાજી અને બાગાયતી પાકોનુ હબ ગણાતું વડોદરા તાલુકાના ખેડૂતોના ખેતરોમાં સતત પાંચ દિવસ કરતાં વધુ પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે, તેમજ કેટલીક જમીનોનું ધોવાણ થઈ ગયેલ છે, (૪ થી ૮ ફુટ સુધી પાણી ભરાયા હતા.)

આ મોઘવારીના સમયમાં સરકાર શ્રી દ્વારા જે ધારાધોરાણ મુજબ વળતર આપવામાં આવે છે તે ખુબજ ઓછુ છે, તો સરકારશ્રી ને ભારતીય કિસાન સંઘની નમ્ર અરજ છે કે તેને વધારીને યોગ્ય વળતર આપવા મહેરબાની કરશોજી.

ખાસ સરકારશ્રીને જણાવવાનું કે મોટા ભાગે ખેડૂતોના ખાતા સંયુક્ત છે, અને કુટુંબના વ્યકિતઓ અલગ રહે છે. (ધારો કે ૧૦ હેક્ટર જમીન છે અને પાંચ હિસ્સેદાર છે, તો એક વ્યક્તિ પાસે ૨ હેક્ટર જમીન આવે, પરંતુ ખાતુ સંયુક્ત હોવાના કારણે ખેડૂતને ૨ હેક્ટરની મર્યાદાના કારણે વળતરથી વંચીત રહે છે) તો આ બાબતે પણ સરકારશ્રી નોંધ લે તેવી અમારી ભારતીય કિસાન સંઘની ન્રમ અરજ છે.

તો આપશ્રી સરકાર દ્વારા સમગ્ર તાલુકામાં સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકશાનનું યોગ્ય વળતર મળે તે દિશામાં ખુબજ ઝડપથી કાર્યવાહી કરવા અને આપશ્રીને ભારતીય કિસાન સંઘ વડોદરા તાલુકાના ખેડૂતો વતી અમો આપ સાહેબને વિનંતી કરીએ છીએ.

Related posts

વડોદરાના અનેક વિસ્તારોમાં હજી સુધી કેસ ડોલના રૂપિયા મળ્યા નથી અને કેસ ડોલ માટે મળેલી મીટીંગમાં કોર્પોરેટરોને હસી મજાક કરતા તથા બટાકા પૌવાની મજા માણતા જોવા મળ્યા

admin

પીવાનું પાણી નહીં મળતા રહીશોએ માટલા ફોડીને તંત્રનો વિરોધ વ્યક્ત કર્યો

admin

બ્રિજ ટેકનોલોજી માટે ગતિ શક્તિ યુનિવર્સિટી પાલિકાના એન્જિનિયરોને તાલીમ આપશે

admin

Leave a Comment