43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ધામધૂમ થી કેવડા ત્રીજની ઉજવણી

ભાદરવી સુદ ત્રીજ જેને તરીકે ઓળખવામાં આવે છે ભગવાન શિવ સાથે લગ્ન કરવા હતા ત્યારે માં પાર્વતી જંગલમાં ચાલ્યા ગયા હતા ત્યારે તેમને નદી કિનારે શિવલિંગ બનાવી જંગલમાંથી ઝાડ પાના તોડી ભગવાન શિવની પૂજા કરી હતી અને શિવજી પર કેવડો અર્પણ કર્યો હતો ત્યારે ભગવાન શિવ પ્રાપ્ત થયા હતા ત્યારથી કેવડા ત્રીજ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા ત્રીજની વ્રત ની ઉજવણી કરી

કેવડા ત્રીજ(હરતાલિકા ત્રીજ) આજે 6 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ઉજવવામાં આવી રહી છે. દર વર્ષે ભાદરવાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ આવે છે. આ વર્ષે કેવડા ત્રીજના દિવસે રવિ યોગ, શુક્લ યોગ અને બ્રહ્મ યોગ છે. આજે વિવાહિત મહિલાઓ સરગી ખાઈ નિર્જળા વ્રત રાખે છે. આ વ્રત આજે સૂર્યોદયથી લઈ કાલે સૂર્યોદય સુધી અન્ન અને જળનું હશે. ત્યાર બાદ પારણા કરી વ્રત પૂરું કરવામાં આવે છે. કેવડા ત્રીજની પૂજા માટે બે મુહૂર્ત એક સવારે અને એક સાંજે છે. આ વ્રત અખંડ સૌભાગ્ય એટલે પતિના લાંબી ઉમર અને સુખી દામ્પત્ય જીવન માટે રાખે છે. યુવતીઓ પોતાના ઈચ્છીત જીવનસાથીને મેળવવા માટે પણ આ વ્રત રાખે છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યા મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે અને આ વ્રત માં મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા ત્રીજ ની પૂજા કરી હતી

Related posts

આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકોએ પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા

admin

2024ની અંતિમ અમાસ અને સોમવાર અનુલક્ષી તીર્થક્ષેત્ર કરનાળીના‌‌ કબેરભંડારી મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી

admin

પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા દિવાળીપુરા નામદાર કોર્ટેમાં વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો.

admin

Leave a Comment