પુર ના કારણે વડોદરામાં સર્જાયેલી તારાજીના સંકટમાંથી વડોદરાને બહાર લાવવા સંકટમોચન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્મભૂમિ વડોદરામાં પધારે તેવી વિનંતી કરતો પત્ર વડોદરાના નાગરિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે.
વડોદરાના જાગૃત ના નાગરિક ચિંતને વડોદરા વાસીઓની ચિંતા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડોદરામાં આવવા વિનંતી કરતો પત્ર લખ્યો છે. ચિંતન પરીખે પત્રમાં જણાવ્યું છે કે કર્મભૂમિ વડોદરામાં પધારવા આમંત્રણ
આ પત્ર પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાન મિત્ર તરીકે લખ્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે વડોદરામાં પૂરની સ્થિતિના કારણે લોકોને ખૂબ જ નુકસાન થયું છે ત્યારે વડોદરાના રાજવીએ પણ આ પૂર માનવસર્જિત હોવાની વાત કહી છે ત્યારે આ માનવ કોણ છે અને જે છે તે લોકોમાં આ સંકટ દૂર કરવાની શક્તિ નથી ત્યારે વડોદરાની જનતા ફક્ત આપના નામ પર જ વોટ આપે છે આથી આપ સંકટ મોચન છો તો વડોદરા આવો તેવી વિનંતી સહપત્ર લખ્યો છે આ અંગે શું કહેવું છે ચિંતન પરીખનો સાંભળો..

