Genius Daily News
Uncategorized

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા VCCI ખાતે મધ્ય ગુજરાત વેપાર મંડળ તથા વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનની એક સંયુક્ત બેઠક

તાજેતરમાં વડોદરા શહેરમાં ભારે વરસાદથી પુરને કારણે તારાજી સર્જાઇ હતી. જેમા સામાન્ય નાગરિકો સાથે વેપારીઓ અને ઉદ્યોગોને પણ પારાવાર નુકશાન થયુ છે. હાલ રાજ્ય સરકારે વેપારીઓ માટે એક પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આજે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા VCCI ખાતે મધ્ય ગુજરાત વેપાર મંડળ તથા વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનની એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ બેઠકમાં VCCI, મધ્ય ગુજરાત વેપાર મંડળ તથા વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લેવામા આવેલા નિર્ણયો અંગે મુખ્ય આગેવાનોએ વધુ માહિતિ આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં ઘણી ક્ષતિઓ છે. સાથે જ રાહત પેકેજના પરિપત્રમાં ઉધોગોનો ઉલ્લેખ નથી. ત્યારે આ મામલે આગામી સમયમાં મુખ્યમંત્રીને રજુઆત કરી રાહત પેકેજમાં સુધારા વધારા કરવાની માંગ કરવામા આવશે.

Related posts

Pinco Casinoda yuqori darajadagi yondashuvlar

admin

Paradigmes victorieux pour Airbet.io Casino

admin

ખેડૂતોને નુકસાન એક લાખ કરોડનું તેની સામે ખેડૂતોની માંગણી દશ હજાર કરોડના પેકેજની

admin

Leave a Comment