Genius Daily News
Uncategorized

નસવાડી નગર મા ઈદે મિલાદ પર્વ નિમિતે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામા આવ્યુ

નસવાડી ખાતે આજરોજ સરકાર ફળિયા ચારરસ્તા ની નુરાની મસ્જિદ થી કંવાટ રોડ સુધી ઈદે મિલાદ નુ જુલુસ કાઢવામા આવ્યુ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબ ના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામા આવેછે આજે નસવાડી સહીત સમગ્ર જિલ્લામાં જશ્ને ઇદે મીલાદુન નબી પર્વ ની ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવી ઇદે મિલાદ પર્વને લઇને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ વર્તી રહ્યો છે નસવાડી નગરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદ મરહબા ના નારાઓ થી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો જુલુસ નસવાડીના મેન બજાર માંથી નીકળી કવાંટ રોડ સુધી લઈ જવામા આવ્યુ હતુ અને ત્યાંથી પરત જુલુસ નુરાની મસ્જિદ પર આવ્યુ હતુ 
         આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાઝનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભુલકાઓ જોડાયા હતા અને જુલુસનો આનંદ માણ્યો હતો ઇદે મિલાદ નુ જુલુસ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતુ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ હતુ અને તહેવારની ઉજવણી ધામધુમ થી કરવામાં આવી હતી

Related posts

જૂનીગઢી મિત્ર મંડળ ના શ્રીજીની વિસર્જન ની સવારી ખૂબ જ ધૂમધામ પૂર્વક નીકળી

admin

Améliorer les résultats grâce aux structures probabilistes au GreatWin Casino

admin

મકરસંક્રાતીના પર્વને અનુલક્ષીને નાગરિકો તથા અબોલ પશુ-પક્ષીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને તથા શાંતિ, સલામતી અને સુરક્ષા માટે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો

admin

Leave a Comment