43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
Uncategorized

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75 મો જન્મદિવસ, બીજેપી શહેર દ્વારા ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું કર્યું આયોજન

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75 મો જન્મદિવસ છે જેના ઉપલક્ષમાં વડોદરા શહેર બીજેપી દ્વારા વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફ્રુટ વિતરણ સફાઈ અભિયાન બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ માંજલપુર વિસ્તારમાં આવેલી જૂપીટર ચોકડી ખાતે શ્રમિકોને ફ્રુટ વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રમિકોને કેળા અને સફરજન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જસવંતસિંહ સોલંકી, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ (નિકિર), વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરતા બેન પ્રધાન, તેમજ વિસ્તારના વડીલો તેમજ ભારતીય જનતા પાર્ટીના કરમઠ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જૂનીગઢી મિત્ર મંડળ ના શ્રીજીની વિસર્જન ની સવારી ખૂબ જ ધૂમધામ પૂર્વક નીકળી

admin

ડભોઇમાં ” માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ” દ્વારા ગરબાનો શુભારંભ

admin

સિરિયસ ગુનાઓમાં ઘટાડો : DGP

admin

Leave a Comment