Genius Daily News
Uncategorized

વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કૂલ 26 લોકોની ધરપકડ હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડીયા અને મુન્ના તરબૂચે ગુનાઓ આચરી ગેરકાયદે વસાવેલી બે કરોડ ઉપરાંતની મિલ્કતો ટાંચમાં લીધી છે.

વડોદરા શહેરમાં અસલમ ઉર્ફે બોડીયા હૈદરમીંયા શેખ તેના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ બનાવી ઓરજેનાઇઝ્ડ ક્રાઇમને અંજામ આપતા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના અસલમ બોડીયા, મુન્ના તરબૂચ સહિત અન્ય સાગરીતો સામે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિય, 2015 (GCTOC) હેઠળ ગુના નોંધવામાં આવ્યો હતો.

ગુજસીટોકના કાયદા હેઠળ પોલીસ દ્વારા ઉપરોક્ત બન્ને ગુનેગારોએ ગુનાઓને અંજામ આપી વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની ગેરકાયદે વસાવેલી રૂપિયા બે કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.

મુન્ના તરબૂચની રૂ. 1,32,84,711 ની મિલકતો ટાંચમાં લેવાઇ

1) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતેનું ફાર્મ હાઉસ જેની કિંમત રૂ. 33,27,000

2) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતે રો-હાઉસમાં 32 મકાનો જેની કિંમત રૂ. 92,57,711

3) ઇનોવા કાર જેની કિંમત રૂ. 7,00,000

અસલમ બોડીયાની રૂ. 69,88,725 ની મિલકતો ટાંચમાં લેવાઇ

1) તાંદલજા તહુરા પાર્ક ખાતેનું બે માળનુ મકાન રૂ. 44,75,525

2) વાડી ખાતે તાહેરી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોક પર આવેલો ફ્લેટ રૂ. 22,98,200

3) જુદા જુદા વ્યક્તિઓના નામની મેળવેલી કૂલ ચાર ઓટોરિક્ષા રૂ. 2,15,000

Related posts

URC અને CRCના માનસિક રીતે હેરાનગતિ ના આક્ષેપો પર શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ પોતાના તેવરમાં ઉડાઉ જવાબ આપ્યો હતો.

admin

admin

Réinventer votre style via des méthodes probabilistes au BonusBet Casino

admin

Leave a Comment