36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત ઋષિ પાર્ક ચાર રસ્તા નજીક ડી-માર્ટ તરફ જતા માર્ગ પર કાર બેકાબૂ બનતા પલટી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત ઋષિ પાર્ક ચાર રસ્તા નજીક, ડી-માર્ટ તરફ જતા માર્ગ પર આજે એક ગંભીર પ્રકારનો કાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ જતાં નિયંત્રણ ગુમાવી પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બંને એરબેગ તુરંત ખુલ્લા પડી ગયા હતા. સદ્નસીબે કાર ડ્રાઈવર કોઈ ગંભીર ઈજા વિના સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમની મદદથી કારને ફરી સીધી કરવામાં આવી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું અને વાહન વ્યવહાર પર અસર પડી હતી.

સ્થળ પર પોલીસે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

શહેરના વિકાસના આ દ્રશ્યો વડોદરા મહાનગરપાલિકાને સમર્પિત…

admin

વડોદરા ખંડેરા માર્કેટ ચાર રસ્તા પાસે ઈકો ગાડીમાં આગ લાગી

admin

બાપોદ પો.સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટ ઇગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ

admin

Leave a Comment