જગ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.હવે હોસ્ટેલ મેસના ભોજનને લઈ વિવાદે ચઢી છે,જાણવા મળ્યા મુજબ યુનિ.ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઇયળ નીકળી હતી,જેને લઇ ભારે હોબાળો મચી ગયો હતો.કે.જી. હોલમાં પીરસવામાં આવેલા ફ્રૂટ કસ્ટર્ડમાં જીવાત નીકળી હોવાના આરોપ સાથે વિદ્યાર્થીનીઓએ મેસમાં બની રહેલા ભોજનની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થિનીઓએ સોશિયલ મીડિયા ગ્રૂપમાં ‘જમતા પહેલાં ચેતજો’ તેવા મેસેજ કર્યા હતા.

