છોટાઉદેપુર તાલુકાના બ્લોક ઓફિસ છોટાઉદેપુર ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણેના આદેશ અનુસાર અને MO ડીટીસી ડો કુલદીપ શર્મા તથા તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માગઁદશન હેથળ cy -TB (સાઈ ટીબી) તાલીમનો વર્કશોપ યોજાયો હતો.
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના બ્લોક ઓફિસ છોટાઉદેપુર ખાતે cy -TB (સાઈ ટીબી) તાલીમ નો વર્કશોપ યોજાયો હતો, જેમાં સ્ટાફ નર્સ ,એફ એચ ડબ્લ્યુ, તેમજ સીચઓ કક્ષાના કર્મચારીઓ એ ભાગ લીધો હતો. cy -TB (સાઈ ટીબી) તાલીમનો ઉદેશ ભવિષ્યમાં ટીબી થઈ શકે છે, કે નઈ એ જાણી ટીબી થતો અટકાવવા ટીબી પ્રિવેન્ટિવ થેરપી ની ટ્રીટમેન્ટ અપાવી ભવિષ્યમાં ટીબી થતો અટકાવી શકાય અને વહેલી તકે તપાસ કરી ટીબી રોગના નિદાન પણ કરી શકાય એ હેતુ થી cy -TB (સાઈ ટીબી) તાલીમ નો વર્કશોપ યોજાયો હતો.
cy -TB (સાઈ ટીબી) તાલીમ ના વર્કશોપ માં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના MO ડીટીસી ડો કુલદીપ શર્મા તથા તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવા તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના ડીપીસી કુલદીપ ગોહિલ,સીનીયર લેબોરેટરી સુપરવાઇઝ પરેશભાઈ વૈદ્ય,સીનીયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝ મનહરભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

