છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલ સાથે આઠ જેટલા કર્મચારીઓ વય નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. છોટાઉદેપુર એસટી ડેપોના સિનિયર ડેપો મેનેજર જીઆર બુચની ઉપસ્થિતિમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં એસટી ડેપોના કર્મચારીઓ અને ડેપો મેનેજર દ્વારા મોમેન્ટો અને ફૂલહાર પહેરાવીને કર્મચારીઓનેવિદાય આપવામાં આવી હતી.

