વડોદરા શહેરના Mandvi Gate નજીક આવેલ એક કપડાની દુકાનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
માહિતી મુજબ, માંડવી દરવાજા પાસે આવેલી ‘શાહ હસ્તીમલ આઈદાનજી’ નામની દુકાનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા Dandia Bazar અને Panigate ફાયર બ્રિગેડની ટીમોએ તુરંત પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
દુકાનમાં ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલ અને તૈયાર કપડાનો વેપાર થતો હતો. પ્રાથમિક રીતે ગોડાઉનમાં આગ લાગતા મોટાભાગનો માલ બળીને ખાક થઈ ગયો હતો. દુકાનના માલિક Sandeep Shah ના જણાવ્યા મુજબ આ આગમાં અંદાજે 40 થી 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
ફાયર બ્રિગેડ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

