30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મંગલ પાંડે રોડ પર આવેલા વિશ્વામિત્ર નદી કિનારે કચરાના ઢગલામાં આગ

શહેરના મંગલ પાંડે રોડ પર આવેલા વિશ્વામિત્રી નદી કિનારે કચરાના ઢગલામાં આગ લાગી, ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ થી મંગલ પાંડે રોડ તરફના વિશ્વામિત્રી નદી કિનારે આવેલી ઝાળીઓમા અચાનક આગ લાગી હોવાની જાણ વડીવાડી ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા કેટલાક સમયથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીની કરવામાં આવી રહી છે અહીં નદીની આસપાસ સફાઇ કરી માટી કાઢી નદીના પટને ખુલ્લા કરવામાં આવી રહ્યાં છે જેથી આગામી દિવસોમાં શહેરમાં પૂરની પરિસ્થિતિ ન ઉદભવે‌ ત્યારે આ ઝાળીઓમા અચાનક આગ લાગતાં જોતજોતામાં પવન સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

Related posts

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ તુલસી હોટલમાં આગ લાગી

admin

સાવલી તાલુકાના ઝૂમખાં ગામમાં દુઃખદ ઘટના : ખેતરના કૂવામાં વીજકરંટ લાગતાં 36 વર્ષીય યુવકનું મોત

admin

વડોદરાના તરસાલી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment