32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમએચ યુનિવર્સિટીના ડેરી ડેન સર્કલ પાસે મહાકાય મગર જોવા મળ્યો

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું છે. વડોદરામાં પૂરના સંકટ સાથે બીજો ખતરો પણ વધ્યો છે. વિશ્વામિત્રીના પૂર સાથે હવે મગરનો ખતરો પણ વધ્યો છે. વિશ્વામિત્રીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા છે. નદી સાથે હવે એમ એસ યુનિવર્સિટી ખાતે મગર જોવા મળી રહ્યા છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમએચ યુનિવર્સિટીના ડેરી ડેન સર્કલ પાસે મહાકાય મગર જોવા મળ્યો હતો

વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતરતા હવે મગરોનો ખતરો વધ્યો છે. જેમાં સયાજી ગંજ વિસ્તારના ડેરી ડેન સર્કલ પાસે પાણી ઓશર્યા તો ઘરમાં 9 ફૂટ લાંબો મગર હતો. ફોરેસ્ટ વિભાગ પર પહોંચી ગઈ હતી અને મગરનુ રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ પાસે પણ મગર દેખાતા તંત્ર પહોંચ્યું છે. વડોદરામાં પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતા મગરો મેદાનમાં આવ્યા છે. જેમાં અગાઉ વિશાળકાય મગરે શ્વાનનો શિકાર કર્યા હતો. વિવિધ વિસ્તારોમાં મગરોનું આગમન થયુ છે. શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી બન્યુ હતુ. વડોદરા શહેરના માથેથી હાલ પૂરનું સંકટ ટળ્યુ છે. જેમાં હાલમાં વિશ્વામિત્રી નદી 33 ફૂટની સપાટીએ છે. હજુ પણ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી 7 ફૂટ વધુ વહી રહી છે. કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે. આજે સાંજ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શકયતા છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચી નથી.

Related posts

વડોદરા વિશ્વામિત્રી નદી કિનારે કમાટીબાગની પાછળ ભાગની દીવાલ ધરાસાઈ થઈ

admin

પાલિકાનું પાણીનું ટેન્કર જ પલ્ટી ગયું..!

admin

MGVCLના દરોડા : વડોદરા શહેરમાં રૂ.25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ

admin

Leave a Comment